16જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો;મારા શબ્દો ધ્યાનમાં રાખો.
17જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે?ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ?
18ઈશ્વર કદી રાજાને કહે છે કે, 'તું નકામો છે,'અથવા રાજકુમારોને કહે છે કે, 'તમે દુષ્ટ છો?'
19ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથીઅને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી,કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે.
20એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે;મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે;મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ.
20
21કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે;તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
22દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈપડદો કે અંધકાર નથી.
23કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી;કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી.
24ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી;તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે.
25આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે;તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે.
26દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે
27કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છેઅને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે.
28આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે;તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે.
29જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે?પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે?તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે,
30કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ,એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ.
31શું કોઈએ ઇશ્વરને એમ કહ્યું છે કે,'હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ;
32હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ;મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.'
33તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે?એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ.માટે જે કંઈ તું જાણે છે તે કહે.
34ડાહ્યો માણસ મને કહેશે,ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે,