1હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો,કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છેજ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.
2હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ,ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.
3જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે,ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.
3સેલાહ
4મારો આત્મા સિંહોની મધ્યે છે;જેઓના મનમાં મારે માટે ઈર્ષાગ્નિ ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે,માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છેઅને તેઓની જીભ તીક્ષ્ણ તરવાર જેવી છે.
5હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ;તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.
5
6તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે;મારો આત્મા નમી ગયો છે;તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે,પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે.