2દુષ્ટતા કરનારાઓથી મને દૂર રાખોઅને ખૂની માણસોથી મને બચાવો.
3કેમ કે, જુઓ, તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહ્યા છે;શક્તિશાળી દુષ્ટો મારી સામે એકત્ર થાય છે,પણ, હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારાં પાપને લીધે આ થાય છે, એમ નથી.
4જો કે મારો કંઈ પણ દોષ ન હોવા છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે;મને સહાય કરવાને જાગો અને જુઓ.
5તમે, હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર,તમે સર્વ દેશોને શિક્ષા કરવાને ઊઠો;કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તમે દયા કરશો નહિ.
5સેલાહ
6તેઓ સાંજના સમયે પાછા આવે છે, અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;અને નગરની આસપાસ ફરે છે.
7જુઓ, તેઓ પોતાના મુખથી ઓડકાર લે છે;તેઓના હોઠોમાં તરવારો છે,કેમ કે તેઓ કહે છે કે, "અમારું સાંભળનાર કોણ છે?"