ગીતશાસ્ત્ર 93:1-5 GUBCS1970 - Bible AI

1યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે; યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે. ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.

2તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે; તમે અનાદિકાળથી છો.

3હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે; તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે; પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.

4ઘણા પાણીઓના ખળખળાટ કરતાં, સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં, યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.

5તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે; હે યહોવાહ, સર્વકાળ પવિત્રતા તમારા ઘરને શોભે છે.

e>