1મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.
2તેણે મને કહ્યું, "તું શું જુએ છે?" મેં કહ્યું, "હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.
3તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ."
4ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, "હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?"
5જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, "તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?" મેં કહ્યું, "ના, મારા માલિક."
6તેણે મને જવાબ આપીને કહ્યું,
7
8
9
10
11પછી મેં દૂતને પૂછ્યું, "દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?"
12વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, "જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?"
13તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, "આ શું છે તે શું તું નથી જાણતો?" અને મેં કહ્યું, "ના, મારા માલિક."
14તેણે કહ્યું, "તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે."