1સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,
2"સૈન્યોના યહોવાહ એવું કહે છે કે:
3
4
5
6
7
8
9
10
11
12
13
14કેમ કે સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 'તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો હોવાથી મેં તમને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી, તે વિષે મને દયા આવી નહિ સૈન્યોના યહોવાહ કહે છે,
15આ સમયોમાં મેં યરુશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે તમે ડરશો નહિ.
16તમારે આ બાબતો કરવી: દરેક માણસ પોતાના પડોશી સાથે સાચું બોલો, અદાલતમાં સાચો ન્યાય કરો અને તમારી ભાગળોમાં શાંતિ રહે.
17તમારામાંના કોઈએ પોતાના પડોશી વિરુદ્ધ પોતાના હૃદયમાં દુષ્ટ વિચાર લાવવો નહિ, કે કોઈ જૂઠા સમ ખાવાની આંનદ માણવા નહિ; કેમ કે હું આ સર્વ બાબતોને ધિક્કારું છું,'" એવું સૈન્યોના યહોવાહ કહે છે.
18સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે,
19"સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ચોથા, પાંચમા, સાતમા અને દશમા મહિનાનો ઉપવાસ યહૂદિયાના લોકોને આનંદરૂપ, હર્ષરૂપ તથા ખુશકારક ઉજાણીરૂપ થશે! માટે સત્યતા તથા શાંતિને પ્રેમ કરો.'"
20સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 'અન્ય લોકો તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે.
21એક નગરના રહેવાસીઓ જઈને બીજા નગરના રહેવાસીઓને કહેશે કે, "ચાલો આપણે યહોવાહની કૃપાને માટે વિનંતી કરીએ અને સૈન્યોના યહોવાહને જલ્દી શોધીએ, હું પણ જઈશ!"'
22ઘણાં લોકો અને બળવાન પ્રજાઓ સૈન્યોના યહોવાહની શોધ કરવા યરુશાલેમમાં આવશે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વિનંતી કરશે."
23સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, 'તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો તારા ઝભ્ભાની કિનારી હાથમાં લેશે અને કહેશે, "અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તારી સાથે છે."'"