1અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
2મૂસાએ કહ્યું,
2"યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા.તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યાપારાન પર્વત પરથી તે પ્રકાશ્યા,અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા.અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
3હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે;તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે,તેઓ તેમના ચરણ આગળ બેઠા;અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
4મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
6રુબેન સદા જીવંત રહો અને મરે નહિ;પરંતુ તેના માણસો થોડા રહે."
7મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે:હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો,અને તેને તેના લોકો પાસે પાછા લાવો,તેને માટે લડાઈ કરીને;અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો."
8ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ,જેની તમે માસ્સામાં પરીક્ષા કરી.અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.
9અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી;અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ.અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ;કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે,અને તમારો કરાર તેઓ પાળે છે.
10તેઓ યાકૂબને તમારા હુકમોઅને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે;અને તેઓ તમારી આગળ ધૂપ,તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.
11હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો,અને તેઓના હાથનાં કામો સ્વીકારો;જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છેઅને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો,જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે."
12પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,"તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે;યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે.અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે."
13પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું;તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
18મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, "ઝબુલોન, તેના બહાર જવામાં,ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
19તેઓ લોકોને પર્વત પર બોલાવશે.ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે.કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને,દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે."
20ગાદ વિષે મૂસાએ કહ્યું, "ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો.તે ત્યાં સિંહણ જેવો રહે,તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
21તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો,કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું,ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ,અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો."